APEDA એ નાણાકીય વર્ષ 2022-23માં દેશની કૃષિ નિકાસ 26 અબજ 70 કરોડ યુએસ ડોલર સુધી પહોંચવાનો અંદાજ મૂક્યો છે
Live TV
-
કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી - APEDA એ નાણાકીય વર્ષ 2022-23માં દેશની કૃષિ નિકાસ 26 અબજ 70 કરોડ યુએસ ડોલર સુધી પહોંચવાનો અંદાજ મૂક્યો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા મુજબ વ્યૂહાત્મક પ્રયાસોને કારણે, એપ્રિલથી ડિસેમ્બર 2023 દરમિયાન 23માંથી 18 મુખ્ય ઉત્પાદનોએ સકારાત્મક વૃદ્ધિ દર્શાવી હતી. તાજા ફળોની નિકાસમાં 29 ટકાનો અભૂતપૂર્વ વૃદ્ધિ દર નોંધાયો છે. પ્રોસેસ્ડ શાકભાજી, બાસમતી ચોખા અને તાજા શાકભાજીની નિકાસમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. બાસમતી ચોખાની નિકાસમાં મૂલ્યની દૃષ્ટિએ 19 ટકા અને જથ્થાની દૃષ્ટિએ 11 ટકાનો વધારો નોંધાયો છે. આ રીતે ભારતમાંથી નિકાસ થતી કૃષિ પેદાશોમાં ચોખાએ મહત્વનું સ્થાન મેળવ્યું છે. બાસમતી ચોખાની માંગ મુખ્યત્વે ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાતમાં છે.
કેળા, દાળ, તાજા ઈંડા, કેસર અને દશેરી કેરીની માંગમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જેનો શ્રેય APEDAને જાય છે
