Skip to main content
Settings Settings for Dark

ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો દિવસ, લોકસભા ચૂંટણીને લઈને રાજ્યો સાથે મહત્વની બેઠક યોજાશે

Live TV

X
  • ભારત મંડપમ ખાતે, ચાલી રહેલા ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય અધિવેશનનો, આજે બીજો દિવસ છે. રવિવારે સંમેલનમાં આર્થિક દરખાસ્તો પસાર કરવા સાથે ઘણી મહત્વપૂર્ણ બેઠકો યોજાશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રમુખ જેપી નડ્ડા, લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની ચાલી રહેલી યોજનાઓ અંગે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદની બેઠક યોજશે. જેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ભાગ લેશે. સાંજે સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન સાથે કાર્યક્રમનું સમાપન થશે.

    ઉલ્લેખનીય છે કે, બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના પ્રથમ દિવસે જેપી નડ્ડાએ દેશભરમાંથી, લગભગ સાડા અગિયાર હજાર પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા અને લોકસભાની ચૂંટણીમાં હેટ્રિક કરવા હાકલ કરી હતી. આ સાથે રાજનાથ સિંહ દ્વારા, રજૂ કરવામાં આવેલ રાજકીય બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવમાં, મોદીના કાર્યકાળના 10 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply