Skip to main content
Settings Settings for Dark

તાજેતરમાં જારી કરાયેલા આઇટી નિયમોમાં વિષય પ્રસારણ પર રોક લગાવાની કોઈ નવી જોગવાઈ નથી: સરકાર

Live TV

X
  • કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, તાજેતરમાં જારી કરવામાં આવેલા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમીડિએટરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સમાં વિષય વસ્તુના પ્રસારણને રોકવા અંગેની કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવામાં આવી નથી. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નવી માર્ગદર્શિકાના નિયમ 16 ના સંદર્ભમાં ખોટી માહિતી આપવામાં આવી રહી છે કે, કટોકટીના સમયમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવની સૂચના પર રોક લગાવી શકાય છે.

    માહિતી અને પ્રસારણ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે, આ જ નિયમો માહિતી ટેકનોલોજી (પ્રોસિજર એન્ડ સેફગાર્ડસ ફોર બ્લોકીંગ ફોર એક્સેસ ઓફ ઇન્ફોર્મેશન બાય પબ્લિક) નિયમો 2009 અંતર્ગત, ઇલેકટ્રોનીક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. જયારે હવે નવા નિયમો પ્રમાણે, આ જોગવાઈઓનો ઉપયોગ માહિતી અને પ્રસારણ સચિવ દ્વારા કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply