Skip to main content
Settings Settings for Dark

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 52 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

Live TV

X
  • પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકિય માહોલ ગરમાયો છે. તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 52 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં ત્રણ સાંસદોને પણ ટીકિટ આપી છે. તેમા અદીલાબાદથી પાયલ શંકર, નિર્મલથી અલીટી મહેશ્વર રેડ્ડી,, બાલકોન્ડા સિટથી શ્રીમતિ અન્નપુર્ણમા અલેટી, કરીમનગરથી બાન્ડી સંજયકુમારને ટિકીટ આપી છે.  

    ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ ઉમેદવારોના નામોને અંતિમરૂપ આપ્યું છે.  મધ્યપ્રદેશમાં ઉમેદવારી નોંધાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે જે 30 ઓકટોબર સુધી ચાલશે. તો 2 નવેમ્બર સુધી ઉમેદવારી પાછી ખેચી શકાશે. દરમિયાન, છત્તીસગઢના બીજા તબક્કા માટે પણ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ચાલુ છે. છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે થશે. સાથે જ કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 33 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. જ્યારે  રાજસ્થાન ભાજપે પણ 83 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply