Skip to main content
Settings Settings for Dark

દલાઇ લામાએ કોરોના વૅક્સિનનો પ્રથમ ડોઝ લીધો; દેશમાં અત્યાર સુધી 1.95 કરોડ લોકોનું રસીકરણ

Live TV

X
  • બૌધ્ધ ધર્મગુરુ દલાઇ લામાએ હિમાચલ પ્રદેશનાં ધર્મશાલા ખાતે ઝોનલ હોસ્પિટલમાં કોરોના વાયરસ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. વેક્સિનને ગંભીર તકલીફો રોકવામાં મદદગાર ગણાવીને વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા દલાઇ લામાએ અપીલ કરી હતી. 

    બીજી તરફ દેશમાં અત્યાર સુધી એક કરોડ 95 લાખથી વધુ લોકોને કોવિડની રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં 14 લાખ 92 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. દરમિયાન દેશમાં કોવિડનાં દર્દીઓ સાજા થવાનો દર 96.98 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા એક કરોડ આઠ લાખથી વધુ થઇ છે. આજ સમયગાળામાં કોવિડનાં નવા 18 હજાર 327 કેસ નોંધાતાં કોવિડનાં કુલ કેસોની સંખ્યા એક કરોડ અગિયાર લાખથી વધુ થઇ છે. અત્યારે દેશમાં એક લાખ 80 હજાર 304 એકટીવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડનાં 108 દર્દીઓનાં મોત નિપજતાં કુલ મૃત્યુઆંક વધીને એક લાખ 57 હજારથી વધુ થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply