Skip to main content
Settings Settings for Dark

દિલ્લીઃ પ્રધાનમંત્રી દ્વારા મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2021નું થયું વર્ચ્યુઅલી ઉદઘાટન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2021નો શુભારંભ કર્યો. મેરીટાઇમ ઈન્ડિયા સમ્મેલનની આ બીજી આવૃતિ છે જેમાં 100થી વધુ દેશોનાં 1.7 લાખથી વધારે નોંધાયેલા સહભાગીઓએ ભાગ લીધો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2021નો શુભારંભ કર્યો. મેરીટાઇમ ઈન્ડિયા સમ્મેલનની આ બીજી આવૃતિ છે. પોતાના સ્વાગત સંબોધનમાં મનસુખ માંડવિયાએ કહ્યું કે 100થી વધુ દેશોનાં 1.7 લાખથી વધારે નોંધાયેલા સહભાગીઓની સહભાગિતા સાથે મેરિટાઈમ ઈન્ડિયા સમિટ એ વિશ્વની સૌથી મોટી વર્ચ્યુઅલ સમિટ્સમાંની એક છે. આ ત્રણ દિવસીય શિખર બેઠકમાં 8 દેશોનાં પ્રધાનશ્રીઓ, 50થી વધારે વૈશ્વિક સીઈઓ અને 24 દેશોનાં 115 આંતરરારાષ્ટ્રીય વક્તાઓ સહિત 160થી વધારે વક્તાઓ હશે.

    પ્રધાનમંત્રીએ ‘મેરિટાઈમ ઈન્ડિયા વિઝન-2030’ની ઈ-બુકનું વિમોચન કર્યું હતું. મેરિટાઈમ ઈન્ડિયા વિઝન 2030નો હેતુ આગામી દસ વર્ષોમાં ભારતીય મેરિટાઈમ ઉદ્યોગને ટોચનાં વૈશ્વિક માનદંડની સમકક્ષ લાવવાનો છે. આ સમ્મેલન ભારતનાં સમુદ્રી ક્ષેત્ર માટે આવનારા દસ વર્ષનો એક રોડ મેપ તૈયાર કરશે અને વૈશ્વિક સમુદ્રી ક્ષેત્રમાં ભારતને આગળ ધપાવવાનું કામ કરશે. જુદા જુદા દેશોનાં વકતાઓ આ સમ્મેલનમાં ભાગ લેશે અને ભારતનાં સમુદ્રી ક્ષેત્રમાં વ્યાપાર અને રોકાણના અવસર શોધશે. 3 દિવસનાં આ સમ્મેલન માટે ડેન્માર્ક ભાગીદાર દેશ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply