Skip to main content
Settings Settings for Dark

દિલ્લી પેટ્રોલ ડીલર્સ અસોશિએશનની કાલે સવાર સુધી હડતાલની જાહેરાત

Live TV

X
  • દિલ્હી સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટ ઘટાડાના ઇન્કારના વિરોધમાં પેટ્રોલ પંપ અને સીએનજી યુનિટ હડતાલ પર

    દિલ્હી સરકાર દ્રારા પેટ્રોલ અને ડિઝલ પર વેટ ઓછો ન કરાતા આજે દિલ્લીના પેટ્રોલ પંપ અને સીએનજી યુનિટ હડતાલ પર છે. દિલ્હી સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટ ઘટાડવાનો ઇન્કાર કરી દીધો હતો.. જેના વિરોધમાં દિલ્લી પેટ્રોલ ડીલર્સ અસોશિએશને આજે સવારે 6 વાગ્યાથી મંગળવાર એટલે કે કાલે સવારે 5 વાગ્યા સુધી 400 પેટ્રોલ પંપ બંધ રહેવાની જાહેરાત કરી છે. અસોશિએશને પેટ્રોલ ડિઝલ પર વેટ ઘટાડવાની માંગ કરી છે. દિલ્લીમાં પેટ્રોલ ડિઝલ પર વેટ ન ઘટાડતા દિલ્લીમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યા છે. જેના પરિણામ સ્વરૂપ લોકો પડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી પેટ્રોલ ભરાવી રહ્યાં છે. જેના કારણે દિલ્લીના પેટ્રોલ પંપને નુકસાન જઈ રહ્યું છે એટલું જ નહીં આના કારણે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે કારણ કે માત્ર દિલ્લીમાં જ યૂરો છ માનકવાળું પેટ્રોલ મળી રહ્યું છે. જ્યારે એનસીઆરમાં યૂરો 4 માનકવાળું જ પેટ્રોલ મળે છે. જેનાથી પ્રદૂષણ વધુ થાય છે. આ હડતાળને કારણે જનજીવનપણ પ્રભાવિત થયું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply