દિલ્હીના ઝાખરામાં માલગાડી પાટા પરથી ઉતરી,જાનહાનિના કોઈ સમાચાર નહીં
Live TV
-
શનિવારે દિલ્હીમાં ઝાખીરા ફ્લાયઓવર પાસે માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતરી ગયા હતા.આ મામલાની માહિતી મળતાં જ રેલવે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
દિલ્હીમાં જખીરા ફ્લાયઓવર પાસે સવારે 11:52 કલાકે આ રેલવે દુર્ઘટના સર્જાઈ. મુંબઈથી ચંદીગઢ જઈ રહેલ માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રેલવેની ટીમ ડબાઓને સીધા કરવાનો પ્રયાસ કરી રહી છે. ટ્રેકનું સમારકામ પણ ચાલુ છે. સરાઈ રોહિલ્લા રેલવે સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી.
રેલવે ડી.પી.સી કે.પી.એસ મલ્હોત્રાએ જણાવ્યું કે, ડબા પાટા પરથી ઉતરી જવાથી કોઈ તોડફોડ કે નુકશાન થવાની કોઈ શક્યતા નથી.
