Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્પૂરી ઠાકુર અને વાસુદેવ બળવંત ફડકેની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક ચેતનાના પ્રણેતા કર્પૂરી ઠાકુરને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી.  તેમણે કહ્યું કે, કર્પુરીજીએ તેમના સામાજિક જીવનમાં પવિત્રતા અને બલિદાનના ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કર્યા.કર્પૂરી ઠાકુરે તેમનું જીવન પછાત લોકો અને મહિલાઓના અધિકારો માટે સમર્પિત કર્યું છે. 

    ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે, ઠાકુરજીએ શિક્ષણ પ્રણાલીને બધા માટે સુલભ બનાવવા પ્રયાશો કર્યા છે. કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે, પ્રધાનમંત્રીએ કર્પૂરી ઠાકુરજીના કાર્યોને ઉજાગર કર્યા છે.

    તો આજે સ્વાતંત્ર્ય સેનાની વાસુદેવ બળવંત ફડકેની પણ પુણ્યતિથિ છે.તે નિમિતે ગૃહમંત્રી અમિત શાહે તેમને શ્રદ્ધાંજલિ આપી.

    તેમણે કહ્યું કે, તે ફડકેજી હતા જેમણે દેશમાં સશસ્ત્ર ક્રાંતિનો પાયો નાખ્યો અને સ્વરાજની કલ્પના રજૂ કરી. તેઓ અંગ્રેજો સામેના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશવાસીઓની હિંમત હતા. તેઓ માતૃભૂમિની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું અને તેઓ હંમેશા પ્રેરણા સ્ત્રોત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply