Skip to main content
Settings Settings for Dark

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ડિઝાસ્ટર રેડી સ્કૂલ્સ ઝુંબેશ શરૂ કરી

Live TV

X
  • દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે (2 ડિસેમ્બર) ડિઝાસ્ટર રેડી સ્કૂલ્સ ઝુંબેશ શરૂ કરી. આ દરમિયાન તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ પહેલ ભૂકંપ અને આગ જેવી કટોકટીની સ્થિતિમાં શાળાઓને સલામતી અને તૈયારીની દ્રષ્ટિએ વધુ સક્ષમ અને આત્મનિર્ભર બનાવશે.

    દિલ્હીથી રાષ્ટ્રીય પહેલ શરૂ કરવા બદલ નિર્ણય લેનારાઓનો આભાર માનતા સીએમ ગુપ્તાએ કહ્યુ કે, દિલ્હીના બાળકો ફક્ત પોતાની સલામતી વિશે જ શીખશે નહીં, પરંતુ સમાજમાં સતર્કતા, જવાબદારી અને સલામતી જાગૃતિ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ ઉભરી આવશે.

    તેમણે પુસા રોડ સ્થિત સ્પ્રિંગડેલ્સ સ્કૂલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આ ઝુંબેશ શરૂ કરી અને કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે કે દેશ આપત્તિ માટે તૈયાર રહે, શહેરો આપત્તિ માટે તૈયાર રહે અને શાળાઓ પણ આપત્તિ માટે તૈયાર રહે.

    તેમણે કહ્યું કે, શાળા પરિસરમાં કોઈપણ સમયે 1,000 જેટલા બાળકો હોવાથી કોઈપણ આપત્તિ માટે બધી સંસ્થાઓને તૈયાર રાખવી મહત્વપૂર્ણ છે, અને લોકોએ તેનાથી વાકેફ રહેવું જોઈએ. ડિઝાસ્ટર રેડી સ્કૂલ એક મહત્વપૂર્ણ અને મોટી પહેલ છે, અને દિલ્હી તેમાં પૂરા દિલથી જોડાશે, અને વહીવટીતંત્ર તેના બાળકોને તૈયાર કરવા અને એક એવું શહેર બનાવવા માટે પહેલમાં જોડાશે જે કટોકટીનો સામનો કરવા માટે સુસજ્જ હોય.

    સીએમએે કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય આગામી દિવસોમાં તેને ધીમે ધીમે બધી શાળાઓમાં વિસ્તૃત કરવાનો છે, જેથી દરેક બાળક, દરેક શિક્ષક અને દરેક સંસ્થા આપત્તિઓનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ શકે. આ અભિયાન હેઠળ, દરેક શાળા પોતાની આપત્તિ વ્યવસ્થાપન યોજના તૈયાર કરશે, અને મોક ડ્રીલ નિયમિતપણે હાથ ધરવામાં આવશે જેથી બાળકો સમજી શકે કે કોઈપણ કટોકટીમાં શાંત રહીને તેઓએ કયા તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

    મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર શાળા ટીમને એવી તાલીમ આપવામાં આવશે જે કોઈપણ વાસ્તવિક કટોકટીમાં ઘણા લોકોના જીવ બચાવવામાં મદદ કરી શકે. NDMA, DDMA અને શિક્ષણ વિભાગ સાથે મળીને આ સમગ્ર પહેલને આગળ ધપાવી રહ્યા છે જેથી દિલ્હીની કોઈ શાળા અને કોઈ બાળક આ સલામતી તૈયારીમાં પાછળ ન રહી જાય. દિલ્હી સરકારે દિલ્હીના બાળકોની સલામતી માટે ડિઝાસ્ટર રેડી સ્કૂલ્સ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય દિલ્હીની દરેક શાળાને આપત્તિના સમયે વધુ સુરક્ષિત અને સક્ષમ બનાવવાનો છે.

    તેમણે કહ્યું કે, બાળકો આ પહેલના કેન્દ્રમાં છે. બાળકોની સલામતી, તેમની સમજણ અને તેમનો આત્મવિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ છે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં, જે બાળક અગાઉથી તૈયાર હોય છે તે જ યોગ્ય નિર્ણય લઈ શકે છે. કારણોસર, શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન, નિયમિત અભ્યાસ અને જરૂરી શિક્ષણ સંબંધિત વિશેષ તાલીમ આપવામાં આવશે, જેથી દરેક બાળક કટોકટીના સમયે પોતાને અને અન્ય લોકોને સુરક્ષિત રાખી શકે. મારી બધા બાળકોને અપીલ છે કે, જવાબદાર બનો, સતર્ક રહો અને મુશ્કેલ સમયમાં એકબીજાને ટેકો આપો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply