Skip to main content
Settings Settings for Dark

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બે દિવસની ભારત આવશે મુલાકાતે

Live TV

X
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારથી ભારતની બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પધારશે.દિલ્હીમાં યોજાયેલી વર્ચ્યુઅલ પત્રકાર પરિષદને સંબોધતા, રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ભારતને રશિયાનું મહત્વનું ભાગીદાર ગણાવ્યું હતું.

    પ્રવક્તા પેસ્કોવે જણાવ્યું કે બંને દેશના નેતાઓ વચ્ચે ક્ષેત્રીય અને વૈશ્વિક એજન્ડા પર ચર્ચા અત્યંત મહત્વપૂર્ણ રહેશે.રાષ્ટ્રપતિ પુતિનના એજન્ડામાં S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અને Su-57 ફાઈટર જેટ્સ સંબંધિત સમજૂતીઓ ટોચ પર છે.દિમિત્રી પેસ્કોવે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિન તેમની ભારત મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે ભારત-રશિયા સંબંધોની મજબૂતી દર્શાવે છે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ, વેપાર અને ઊર્જા સહિતના અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply