દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને દૂર કરવા કાર્યવાહી તેજ
Live TV
-
ટેન્કરોથી રસ્તાઓ પર પાણી છાંટવામાં આવ્યુ
દક્ષિણ દિલ્હી નગરનિગમે રાજધાનીમાં વધતા વાયુ પ્રદૂષણને ગંભીરતાથી લેતા તેને રોકવા માટેના ઉપાયોગ પર કાર્યવાહી ઝડપી કરી દીધી છે. નિગમ દ્વારા રસ્તાઓ પર પાણી છાંટવા માટે 22 વધારાના ટેન્કર ભાડે રાખવામાં આવ્યા છે. આ ટેન્કરોથી રસ્તાઓ પર પાણી છાંટવામાં આવી રહ્યું છે. જેથી પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થઈ શકે. નિગમે એનબીસીસીને અનુરોધ કર્યો છે, તેઓ પ્રગતિ મેદાન પરિયોજના પર નિર્માણ કાર્ય તરત જ બંધ કરે. નિગમના કમિસનર ડોક્ટર પુનિત કુમાર ગોયલે જણાવ્યું કે, નિગમે સતત નિરિક્ષણ કરી રહ્યું છે. વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા માટેના લક્ષ્યને હાંસલ કરવા તેમજ એર ક્વોલિટી ખરાબ ન થવા દેવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નિગમ ઈપીસીબી દ્વારા પ્રાપ્ત સૂચનોને લાગુ કરવા કટિબધ્ધ છે. કારણ કે, વાયુ પ્રદૂષણ ના ઘટતા સ્તરથી બાળકો, વૃધ્ધો સહિત નાગરિકોના આરોગ્ય પર ખરાબ અસર પડી રહી છે.
