દેશનાં સશસ્ત્ર દળો દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ: સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ
Live TV
-
આજે નવી દિલ્હીમાં યોજાયેલી કેન્દ્રીય સૈનિક બોર્ડની બેઠકમાં સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકોને સંબોધિત કરતાં મંત્રીએ કોવિડ રોગચાળા દરમિયાન સમાજની સેવા કરવાના ભૂતપૂર્વ સૈનિકોના નિઃસ્વાર્થ પ્રયાસની પ્રશંસા કરી હતી. ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે દેશનાં સશસ્ત્ર દળો સરહદ પરની ફરજો ઉપરાંત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે. ભારતીય સશસ્ત્ર દળો તેમની પ્રતિબદ્ધતા અને શિસ્ત માટે વિશ્વમાં શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તેમણે કહ્યું કે, આ ભૂતપૂર્વ સૈનિકો દેશમાં કોઈપણ આફત સામે લડવામાં યોગદાન આપવા માટે હંમેશા તૈયાર છે. સિંહે ભારપૂર્વક જણાવ્યું કે ભૂતપૂર્વ સૈનિકો રાષ્ટ્રીય સંપત્તિ છે અને દેશને તેમના પર ગર્વ છે.
