પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને બતાવી લીલી ઝંડી
Live TV
-
જયપુરથી દિલ્હી- કેન્ટ વચ્ચે ચાલશે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ ટ્રેન જયપુરથી દિલ્હી કેન્ટ વચ્ચે ચાલશે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની નિયમિત સેવા 13 એપ્રિલથી શરૂ થશે. જે જયપુર,અલવર, ગુરૂગ્રામમાં સ્ટોપ સાથે અજમેર અને દિલ્હી કેન્ટ વચ્ચે ચાલશે. આ ટ્રેન જયપુરથી દિલ્હી કેન્ટ 5.15 મિનિટમાં પૂર્ણ કરશે. આ રૂટની વર્તમાન સૌથી ઝડપી ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ દિલ્હી કેન્ટથી અજમેર માટે 6.15 કલાકમાં પ્રવાસ પૂર્ણ કરે છે. આજ રીતે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એક કલાક વહેલી પહોંચશે. આ ટ્રેન હાઇરાઇઝ, OHE ક્ષેત્રમાં દુનિયાની પ્રથમ સેમિ-હાઇસ્પીડ પેસેન્જર ટ્રેન બનશે.
