ભાજપે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 189 ઉમેરવારોની પ્રથમ યાદી કરી જાહેર
Live TV
-
OBCના 32,અનુસુચિત જાતિના 30 અને અનુસુચિત જનજાતિના 16 તથા 8 મહિલાઓના નામ સામેલ, તો 52 નવા ચહેરા ઉતાર્યા મેદાનમાં
રાજધાની દિલ્હીમાં બે-દિવસના મંથન બાદ કર્ણાટકની વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ગઇકાલે સાંજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીએ 32 ઓબીસી, 30 અનુસુચિત જાતિ, 16 અનુસુચિત જનજાતિ સહિત 189 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ લિસ્ટમાં 52 નવા ઉમેદવારોને ભાજપે તક આપી છે. આ યાદીમાં આઠ મહિલાઓનો સમાવેશ થાય છે. યાદીમાં 5 ઉમેદવારો વ્યવસાયે વકીલ અને 9 ડોકટરો સામેલ છે. આ ઉપરાંત સેવા નિવૃત 1 IAS, 1 IPS અને ત્રણ અધિકારીઓને ટિકીટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ શિંગ ગામથી ચૂંટણી લડશે. બી.એસ.યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર શિકારીપુરા બેઠક પરથી ચૂંટણી લડશે. કર્ણાટક વિધાનસભા માટે 10 મેના રોજ મતદાન થશે.
