કેન્દ્રીય નાણાં મંત્રી અને RBI ગવર્નર વૉશિંગ્ટનમાં G20 દેશોના નાણાં મંત્રી અને બેંકોના ગવર્નરર્સ સાથે કરશે બેઠક
Live TV
-
G20 દેશોના સભ્યો, 13 આમંત્રિત દેશો અને વિભિન્ન આંતરરાષ્ટ્રીય તથા ક્ષેત્રીય સંગઠનોના પ્રતિનિધિઓ આ બેઠકમાં થશે સામેલ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ અને RBI ગવર્નર શક્તિકાંત દાસ વૉશિંગ્ટનમાં બીજી બે દિવસીય G20, FM-CBG બેઠકની સંયુક્ત અધ્યક્ષતા કરશે. G20 સભ્યદેશો, 13 આમંત્રિત દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય તથા ક્ષેત્રીય સંગઠનોના લગભગ 350 પ્રતિનિધીઓ આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં વૈશ્વિક મુદ્દાના પરિપેક્ષમાં વિશાળ ફલકમાં ચર્ચા થશે. આ FM-CBG બેઠકમાં ત્રણ સત્ર થશે. જેમાં વૈશ્વિક અર્થવ્યવસથા, ખાદ્ય અને ઉર્જા અસુરક્ષાનું સમાધાન કરવું, વૈશ્વિક લોનની નબળાઇઓને વ્યવસ્થાપિત કરવી, આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખા સહિત વિવિધ મુદે ચર્ચા થશે. આ સત્રનું વિશેષ ફોકસ વૈશ્વિક નાણાકિય નબળાઇઓ, બહુપક્ષીય વિકાસ બેંકોને મજબુત કરવી તેમજ નાણાકીય પ્રક્રિયાને આગળ ધપાવવા સહિતના મુદ્દે તમામ પ્રતિનિધીઓ વિચાર વિમર્શ કરશે.
