વિદેશમંત્રી એસ. જયશંકર યુગાન્ડા પછી હવે મોઝામ્બિક પ્રવાસ પર થશે રવાના
Live TV
-
વિદેશમંત્રી યુગાન્ડામાં સૌર ઉર્જાથી ચાલતા પાણી પુરવઠા પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં પણ રહ્યા હાજર
વિદેશમંત્રી એસ.જયશંકર યુગાન્ડા-મોઝામ્બિકના પ્રવાસે છે.. તેઓ આજે ,,ઝીંજા માં નેશનલ ક્રિમિનોલોજી યુનિવર્સિટી પરિસરનું ઉદધાટન કરશે. ભારત બહાર NF-SUનું પ્રથમ પરિસર સ્થાપવા માટે ભારત સરકાર અને યુગાન્ડા સરકાર વચ્ચે દ્વિપક્ષીય સમજુતી પર હસ્તાક્ષર થવાની આશા છે.. આ અગાઉ એસ.જયશંકરે યુગાન્ડામાં સૌરઉર્જાથી ચાલનાર જલાપૂર્તિ યોજનાના શિલાન્યાસ સમારોહમાં ભાગ લીધો હતો.. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આ યોજના અંતરિયાળ 20 ગ્રામિણ જિલ્લામાં વસવાટ કરતા યુગાન્ડાના પાંચ લાખ લોકોને સુરક્ષિત જળ પુરૂ પાડશે.. વિદેશમંત્રીએ યુગાન્ડામાં ભારતીય વેપારી સમુહદાયો સાથે મુલાકાત કરી હતી.. તેમણે ભારત-યુગાન્ડા દ્વિપક્ષીય સંબંધોના યોગદાનની પ્રશંસા કરી હતી.. યુગાન્ડાના વિદેશમંત્રી સાથેની બેઠક બાદ જયશંકરે કહ્યું હતું કે યુગાન્ડા સાથે વેપાર, રોકાણ,, ઉર્જા,અને સંરક્ષણ તેમજ હવાઇ સંમ્પર્કની સંભાવનાઓ ચકાસવામાં આવી રહી છે.
