પંજાબના ભટીંડા મિલિટરી સ્ટેશનમાં થયું ફાયરિંગ
Live TV
-
પંજાબ રાજ્યના ભટીંડાના મિલેટરી સ્ટેશન પર ફાયરિંગ થયું છે. આ બનાવ વહેલી સવારે ચાર વાગીને પાત્રીસ મિનિટે બનવા પામ્યો છે. આ બનાવમાં ચાર વ્યક્તિના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સાઉથ-વેસ્ટ કમાન્ડના સુત્રોના જણાવ્યા અનુસાર મિલેટરી સ્ટેશનની અંદર મેસમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે. આ ઘટના બાદ જગ્યાની સુરક્ષા વધારવામાં આવી છે અને ઘટના સ્થળને કોર્ડન કરવામાં આવ્યું છે. આ ઘટના બન્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ બનાવને અંજામ આપનાર તત્વો આંતરિક છે કે બહારના તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ વિગતો બહાર આવશે.
