પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયપુરથી દિલ્હી- કેન્ટ વચ્ચે ચાલનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દેખાડી લીલી ઝંડી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરાવી હતી. આ ટ્રેન જયપુરથી દિલ્હી કેન્ટ વચ્ચે ચાલશે. ટ્રેનને લીલી ઝંડી બતાવતા તેમણે કહ્યું હતું કે મા ભારતીની વંદના કરનારા રાજસ્થાનની ધરતીને આજે પહેલી વંદે ભારત ટ્રેન મળી રહી છે, જેના માટે હું રાજસ્થાનના લોકોને ઘણી શુભેચ્છા પાઠવું છું. આ ટ્રેનના શરૂ થવાથી જયપુર-દિલ્હી આવવાનું સરળ બની જશે.
આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની નિયમિત સેવા 13 એપ્રિલથી શરૂ થશે. જે જયપુર,અલવર, ગુરૂગ્રામમાં સ્ટોપ સાથે અજમેર અને દિલ્હી કેન્ટ વચ્ચે ચાલશે. આ ટ્રેન જયપુરથી દિલ્હી કેન્ટ 5.15 મિનિટમાં પૂર્ણ કરશે. આ રૂટની વર્તમાન સૌથી ઝડપી ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ દિલ્હી કેન્ટથી અજમેર માટે 6.15 કલાકમાં પ્રવાસ પૂર્ણ કરે છે. આજ રીતે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એક કલાક વહેલી પહોંચશે. આ ટ્રેન હાઇરાઇઝ, OHE ક્ષેત્રમાં દુનિયાની પ્રથમ સેમિ-હાઇસ્પીડ પેસેન્જર ટ્રેન બનશે.
