Skip to main content
Settings Settings for Dark

દેશભરની મહિલાઓએ કરવા ચોથની પૂજા કરી, ચંદ્ર જોયા પછી ઉપવાસ ખોલ્યા

Live TV

X
  • બધી સુહાગણ સ્ત્રીઓ આ દિવસની રાહ જુએે છે.

    સુહાગણ મહિલાઓએ ગઈકાલે કરવા ચોથની ઉજવણી કરી હતી..સુહાગિન મહિલાઓએ રાત્રે ચંદ્ર જોયા પછી વિશેષ પૂજા કરી હતી... પતિઓ માટે કરવા ચૌથના ઉપવાસ કરી રહેલી મહિલાઓએ ચારણીમાં ચંદ્ર જોયો અને પછી પૂજા કર્યા બાદ પતિના હાથમાંથી પાણી પીને વ્રત પૂર્ણ કર્યું.મહિલાઓ કરવા ચોથ પહેલા મહેંદી લગાવતી હતી.આ દિવસે મહિલાઓ શોળે શણગાર સજીને પતિના લાંબા આયુષ્ય માટેની કામના કરે છે..કરવા ચોથની સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને સરગી ખાવાની હોય છે. જે સાસુ અથવા મા સમાન વડીલ વહુ અથવા દીકરીને આપે છે. સવારે વહેલા નારીને પરવારી પાણીથી ભરેલો લોટો અથવા ઘઉંથી ભરેલો લોટો લાલ સ્થાપન ઉપર મૂકવામાં આવે છે. પૂજનમાં દીવાલ અથવા કાગળ ઉપર ચંદ્રમા અને તેની નીચે શિવ અને કાર્તિકેયની પ્રતિમા બનાવવામાં આવે છે. તેનાં ઉપર કંકુ, ચોખા, અબીલ, ગુલાલ ફૂલ, અત્તર દ્વારા પૂજા કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ ‘નિર્જળા વ્રત’ રાખે છે. આખા દિવસની કઠિન તપશ્ચર્યા પછી આ વ્રત સંપૂર્ણ ત્યારે થાય છે કે જ્યારે ચંદ્ર આકાશમાં ઊગે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply