PM નરેન્દ્ર મોદી આજે હરિયાણાના ગોહાના અને હિસારમાં ચૂંટણી રેલી સંબોધશે
Live TV
-
ભાજપા અધ્યક્ષ અમિત શાહ પણ મહારાષ્ટ્રમાં ચાર રેલીને સંબોધશે. તેઓ મહારાષ્ટ્રમાં હેરી રાજુરામ, વડી અને ખાપર ખેડામાં પક્ષ માટે ચૂંટણી પ્રચાર કરશે.
હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર છેલ્લાં તબક્કામાં ચાલી રહ્યો છે. ચૂંટણી પ્રચાર માટે બે દિવસનો સમય બચ્યો હોવાથી અલગ અલગ રાજકીય પક્ષના નેતા મતદારોને આકર્ષવા કોઈ કસર છોડી રહ્યા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના ગોહાના અને હિસારમાં ચૂંટણી રેલીને સંબોધન કરશે. તેઓ સાંજે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચૂંટણી રેલી યોજશે. ભાજપા અધ્યક્ષ અમિત શાહ પણ મહારાષ્ટ્રમાં ચાર રેલીને સંબોધશે. તેઓ મહારાષ્ટ્રમાં હેરી રાજુરામ, વડી અને ખાપર ખેડામાં પક્ષ માટે ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી હરિયાણાના મહેન્દ્રનગરમાં ચૂંટણી રેલી સંબોધશે. બસપા અધ્યક્ષ માયાવતી હરિયાણાના સોમના અને બેરીમાં ચૂંટણી સભા સંબોધશે. હરિયાણા-મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ જામ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મહારાષ્ટ્રના પરલીમાં જનસભાને સંબોધી હતી. પરલી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સતારામાં પણ ચૂંટણી રેલીને સંબોધી હતી.
