Skip to main content
Settings Settings for Dark

બનારસ હિન્દુ યુનિ.માં આયોજિત આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠિનું ઉદ્ઘાટન કરતા ગૃહમંત્રી

Live TV

X
  • ગુપ્તવંશક-વીર સ્કંદગુપ્ત વિક્રમાદિત્યનું ઉદ્ઘાટન કરતા અમિત શાહ

    ગૃહમંત્રી અમિતશાહે ગઈકાલે બનારસમાં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ભારત અધ્યયન કેન્દ્રના તત્વાધાનમાં આયોજીત બે દિવસીય આંતરાષ્ટ્રીય ગોષ્ઠીનું ઉદઘાટન કર્યું હતું. સ્વતંત્રતા ભવનમાં આયોજીત કાર્યક્રમમાં સ્કંદગુપ્ત વિક્રમાદિત્યના જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુ્દા પર ચર્ચા થઇ હતી. આ અવસરે પ્રાસંગિક સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે સ્કંદગુપ્ત વિક્રમઆદિત્યના પરાક્રમની જે પ્રશંસા ઇતિહાસમાં થઇ છે તે પુરતી નથી. તેના ચરિત્રને પુરતો ન્યાય નથી મળ્યો માટે ભારતીય ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે.અમિત શાહે વધુમાં જણાવ્યુ કે આ સંગોષ્ઠિ એક એવા પરાક્રમી સમ્રાટ સ્કંદગુપ્તને ફરીથી ઈતિહાસના પાના પર પુનઃજીવિત કરવાનુ કામ કરશે જેણે ન માત્ર ભારતીય સભ્યતા , સંસ્કૃતિ અને સાહિત્યનું સંરક્ષણ કર્યુ પણ ભારતવર્ષને અન્યાયી હૂણોના આક્રમણથી બચાવી જૂનાગઢથી લઈને કંધાર સુધી એક અખંડ ભારતની રચના પણ કરી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply