Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં આજથી સ્વતંત્રતા દિવસ સુધી દરેક ઘરે ત્રિરંગા ઝુંબેશ શરૂ

Live TV

X
  • સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને કહ્યું છે કે, દરેક ઘરમાં ત્રિરંગો રાષ્ટ્રની એકતા અને પ્રતિષ્ઠા માટેનું અભિયાન બની ગયું છે. ગઈકાલે નવી દિલ્હીમાં શ્રી ગોવિંદ મોહને જણાવ્યું હતું કે, 13 થી 15 ઓગસ્ટ સુધી 'હર ઘર તિરંગા અભિયાન' હેઠળ દેશભરમાં બે હજારથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે એ પણ માહિતી આપી કે સેલ્ફી વિથ તિરંગા પહેલ હેઠળ લગભગ સાત લાખ સેલ્ફી મળી છે. શ્રી ગોવિંદ મોહને કહ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં અનેક તિરંગા રેલીઓનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પણ ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં ગોવિંદ મોહને જણાવ્યું હતું કે, આ વર્ષે કાપડ મંત્રાલયે ગયા વર્ષના એક કરોડ ત્રિરંગા ધ્વજની સરખામણીએ બે કરોડથી વધુ ત્રિરંગા ધ્વજનું ઉત્પાદન કર્યું છે અને પોસ્ટ ઓફિસો દ્વારા સપ્લાય કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply