'નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ' સાથે સંકળાયેલી ટીમને ગોલ્ડ મેડલ જીતવા બદલ ગૃહમંત્રીએ અભિનંદન પાઠવ્યા
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો હેઠળ નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફિકેશન સિસ્ટમ સાથે જોડાયેલી ટીમને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ટીમને વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન શ્રેણીમાં આ એવોર્ડ મળ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે, અંગૂઠાની ઓળખ પ્રણાલી - NAFIS એ સુવર્ણ ચંદ્રક જીતીને તેની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. આ સિસ્ટમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરક્ષિત ભારતના વિઝનને અનુરૂપ છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, NAFIS એ ગુનેગારોના ફિંગરપ્રિન્ટ્સનો એક કેન્દ્રીય ડેટાબેઝ બનાવ્યો છે જે તમામ રાજ્યો અને કેન્દ્રીય એજન્સીઓ માટે ઉપલબ્ધ છે. આનાથી ગુનેગારોની ઓળખ કરવામાં અને ગુનાની તપાસ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવામાં મદદ મળી છે.
