દેશભરમાં આજે મહાશિવરાત્રિના પર્વની ધામધૂમથી થઇ રહી છે ઉજવણી
Live TV
-
દેશભરમાં આજે મહાશિવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. મહાશિવરાત્રિની રાત્રે ચારેય પ્રહરમાં ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસ અને રાત્રિ જાગરણનું પણ વિશેષ મહત્ત્વ છે. મહાદેવના જયઘોષથી દેશભરના તમામ મંદિરો ગુંજી રહ્યા છે. આ શુભ અવસરે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.
