દેશમાં કોરોનાથી રિકવરી રેટ વધીને 83.01 ટકા અને મૃત્યુદર 1.57 ટકા
Live TV
-
સરકાર દ્વારા લેવાઇ રહેલા સઘન પગલાંને કારણે દેશમાં કોરોનાને માત આપીને સ્વસ્થ થતાં દર્દીઓના દરમાં , સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં કોરોના થી સ્વસ્થ થવાનો દર 83.01 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં 51 લાખથી દર્દી કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ ચુક્યાં છે. છેલ્લાં 24 કલાકમાં 84 હજાર 877થી વધુ લોકો કોરોનાને માત આપીને સાજા થયાં છે. હાલ દેશમાં 9 લાખ 47 હજાર 576 કેસ એક્ટિવ છે. કોરોના સંક્રમણના કુલ કેસની તુલનામાં સક્રીય કેસનું પ્રમાણ 15.42 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ, 96 હજાર 318 લોકોનાં મૃત્યુ નોંધાઇ ચુક્યા છે. વીતેલા 24 કલાકમાં કુલ 776 મૃત્યુ નોંધાયા હતા. જો કે કોરોનાથી થતાં મૃત્યુનો દર ઘટીને 1.57 ટકા થયો છે. દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનું પ્રમામ સતત વધી રહ્યું છે. 28 સપ્ટેમ્બરના રોજ કુલ 11 લાખ 42 હજારથી વધુ સેમ્પલનું ટેસ્ટિંગ થયું હતું. દેશભરમાં અત્યારસુધીમાં કુલ 7 કરોડ, 31 લાખથી વધુ સેમ્પલ ટેસ્ટ થઇ ચુક્યા છે. દેશમાં વીતેલા એક મહિના દરમિયાન રીકવરી દર લગભગ 100 ટકા છે. કુલ કેસમાંથી 82 ટકાથી વધુ લોકો સારવારને અંતે સાજા થઇને ડીસ્ચાર્જ થઇ ચૂક્યા છે
