પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસેન વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય વર્ચ્યુઅલ બેઠક
Live TV
-
યુરોપીય દેશો સાથે ભાગીદારી વધારવાની કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડેનમાર્કનાં પીએમ મેટે ફ્રેડરિકસેન વચ્ચે ગઇકાલે દ્વિપક્ષીય શિખર બેઠક થઈ હતી. બંને દેશના નેતાઓ વચ્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું, કે પાછલા કેટલાક મહિનાની ઘટનાઓ એ , એક વાત સ્પષ્ટ કરી દીધી છે, કે આપણા જેવી સમાન વિચાર ધારા ધરાવતા દેશોએ સાથે મળીને કામ કરવું કેટલુ જરૂરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોવિડ-19એ સાબિત કરી દીધું, કે વૈશ્વિક આપૂર્તિ શ્રૃખંલાનું કોઈ પણ એક સ્રોત પર વધારે નિર્ભર રહેવુ , ખતરનાક છે. ભારત ઓસ્ટ્રેલિયા અને જાપાનની સાથે મળીને આપૂર્તિ શ્રૃખંલા વૈવિધ્યકરણ માટે કામ કરી રહ્યાં છે. અન્ય સમાન ધારા ધરાવતા દેશો પણ , તેમાં જોડાઈ શકે છે. આ અવસરે ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસેને જણાવ્યું હતું , કે આપણી વચ્ચે 400 વર્ષ જુના ઐતિહાસિક સંબંધો છે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ -19 તમામ માટે એક મોટો પડકાર છે. જો કે આપણે સાથે મળીને કોવિડ અને જળ વાયુ પરિવર્તનનો સામનો કરવો પડશે
