દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 86.4 ટકા, મૃત્યુ દર 1.5 ટકા પર
Live TV
-
કોરોના સામેની જંગમાં ચાલી રહેલી સરકારની ઉત્કૃષ્ટ કામગીરીને પગલે અસરકારક પરિણામો જોવા મળી રહ્યાં છે. ગત છેલ્લાં 24 કલાકમાં વધુ 71 હજાર 559 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયાં છે.
કોરોના સામેની જંગમાં ચાલી રહેલી સરકારની ઉત્કૃષ્ટ કામગીરીને પગલે અસરકારક પરિણામો જોવા મળી રહ્યાં છે. ગત છેલ્લાં 24 કલાકમાં વધુ 71 હજાર 559 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયાં છે.અને અત્યાર સુધી કુલ 61 લાખ 49 હજાર 535 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી ચુક્યા છે.જેના કારણે રિકવરી રેટ 86.36 ટકાએ પહોંચ્યો છે.તો છેલ્લા 24 કલાકમાં 816 દર્દીના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 1 લાખ 9 હજાર 150 થયો છે.જો કે આરોગ્ય વિભાગની સારી કામગીરીને કારણે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મૃત્યુદર ઘણો ઓછો છે.દેશમાં મૃત્યુદર 1.53 ટકા છે.આ તરફ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 5 હજાર 643 કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 8 લાખ 61 હજાર 853ને પાર પહોંચી ગઈ છે.
