દેશમાં કોલસાના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અસરકારક વૃદ્ધિ જોવા મળી.
Live TV
-
2019-20માં 73 કરોડ ટનથી વધીને 2021-22 માં અંદાજે 78 કરોડ થઈ ગયું છે
દેશમાં કોલસાના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અસરકારક વૃદ્ધિ જોવા મળી છે. 2019-20માં 73 કરોડ ટનથી વધીને 2021-22 માં અંદાજે 78 કરોડ થઈ ગયું છે. જે 6.47 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. એપ્રિલ 2022 થી જાન્યુઆરી 2023ના સમયગાળા દરમિયાન 698 મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન સાથે દેશે 16 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાવી છે. આ સમયગાળામાં, કોલ ઈન્ડિયાનું ઉત્પાદન પણ 478 ટનથી વધીને 550 ટન થઈ ગયું છે. સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં વધારો થવાથી દેશને વીજ વપરાશમાં સતત વધારો થવાને કારણે કોલસાની માંગમાં તીવ્ર વધારાની સામે મોટા પ્રમાણમાં આયાતને રોકવામાં મદદ મળી છે.
કોલસા મંત્રાલયે નાણાકીય વર્ષ 2025 માટે 131 કરોડ ટન ઉત્પાદનનું લક્ષ્ય નક્કી કર્યું છે અને તે 2030 સુધીમાં 150 કરોડ ટન સુધી પહોંચે તેવો અંદાજ છે. નવી કોલસાની ખાણો શરૂ કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની એજન્સીઓ પરસ્પર સંવાદિતા રાખી રહ્યા છે.
