Skip to main content
Settings Settings for Dark

મેઘાલય અને નાગાલેન્ડમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ

Live TV

X
  • મેઘાલય વિધાનસભાની 60 સીટ માટે 375 ઉમેદવાર ચૂંટણી માટે મેદાનમાં ઉતર્યા છે

    મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચારનો આજે અંતિમ દિવસ છે. તમામ રાજકીય દળના નેતા મતદારોને રિજવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. મેઘાલય વિધાનસભાની 60 સીટ માટે 375 ઉમેદવાર ચૂંટણી માટે મેદાનમાં ઉતર્યા છે.રાજ્યમાં સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી 57 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસે તમામ 60 સીટો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. તો, બીજી તરફ નાગાલેન્ડમાં 59 વિધાનસભા સીટ માટે 183 ઉમેદવારે ચૂંટણીની જંગ લડવા માટે મેદાનમાં છે. રાજ્યમાં સત્તાધારી દળ NDPP સાથે ગઠબંધન કરી ભાજપ 20 સીટ પર ચૂંટણી લડી રહી છે. આ સાથે કોગ્રેસ પાર્ટી 23 સીટ પર પોતાના ઉમેદવારોને ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે બંને રાજ્યોમાં 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 2 માર્ચના રોજ મત ગણતરી હાથ ધરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply