Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે યુવા સશક્તિકરણ કૌશલ્ય અને શિક્ષણ પર એક વેબિનારને સંબોધિત કરશે

Live TV

X
  • આ વેબિનાર સરકાર દ્વારા આયોજિત 12 પોસ્ટ બજેટ વેબિનરની શ્રેણીનો એક ભાગ છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુવા સશક્તિકરણ કૌશલ્ય અને શિક્ષણ પર એક વેબિનારને સંબોધિત કરશે. આ વેબિનાર સરકાર દ્વારા આયોજિત 12 પોસ્ટ બજેટ વેબિનરની શ્રેણીનો એક ભાગ છે. આ વેબિનાર કેન્દ્રીય બજેટ-2023 માં ઉલ્લેખિત સપ્તઋષિ પ્રાથમિકતાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા આયોજિત એક કાર્યક્રમ છે. વેબિનારમાં કૌશલ્ય અને શિક્ષણ બંનેની ચર્ચા કરવામાં આવશે. તેમાં કેન્દ્ર સરકારના મંત્રાલયોના સંબંધિત મંત્રીઓ, રાજ્ય સરકારોના શિક્ષણ અને કૌશલ્ય વિભાગના હિતધારકો, શાળા અને યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહેશે. આ ઉપસ્થિત તમામ મહાનુભાવો ત્રિમાસિક લક્ષ્યાંકો સાથે વિવિધ યોજનાઓની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply