દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 24 કલાક દરમિયાન 46 હજાર 84 લોકો સાજા થયા, રીકવરી રેટ 92.64 ટકા થયો
Live TV
-
આગામી દિવાળીના તહેવાર તેમજ નવાવર્ષની તૈયારીમાં લોકો વ્યસ્ત બન્યાં છે ત્યારે ભારત સરકારે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. દેશના મોટા ભાગના બજારોમાં ભીડ જોવા મળે છે. લોકો દીવાળીની તેમજ જરૂરીયાતની ચીજ વસ્તુઓ ખરીદવા બહાર નીકળી રહ્યાં છે. શીયાળાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે વહેલી સવારે તેમજ સાંજ ઢળતા જ વાતાવરણ ઠંડુ બની જાય છે. દેશના મોટા ભાગના શહેરોમાં પ્રદુષણનું સ્તર પણ વધી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 85 લાખ 91 હજાર 730 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 5 લાખ 5 હજાર 265 સક્રીય કેસ છે. અત્યાર સુધીમાં 79 લાખ 63 હજાર 406 લોકોને સારવાર આપી સાજા કરીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન 46 હજાર 84 લોકો સાજા થયા છે. આપણે ત્યાં રીકવરી રેટ 92.64 ટકા થયો છે. કોરોનાથી થયેલા મોતની વિગતો જોઇએ તો અત્યાર સુધીમાં કુલ 1 લાખ 27 હજાર 59 મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 448 લોકોના મોત થયા છે.
