દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 49 હજાર 79 લોકો સાજા થયા, રીકવરી રેટ 92.97%
Live TV
-
આગામી દિવાળીના તહેવાર તેમજ નૂતન વર્ષ ઉજવણીની તૈયારીમાં લોકો વ્યસ્ત છે. ત્યારે ભારત સરકારે લોકોને કોરોના સંક્રમણ સામે સતર્ક રહેવાની અપીલ કરી છે. દેશના મોટા ભાગના બજારોમાં ભીડ જોવા મળે છે. દેશમાં હાલ 4 લાખ 84 હજાર 547 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં 49 હજાર 079 લોકો સાજા થયા છે અને 547 લોકોના મોત થયા છે. ભારતમાં રીકવરી રેટ , 92.89 ટકા થયો છે. દેશમાં અત્યારસુધી કુલ 12 કરોડથી વધુ કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 11,39,230 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
