અયોધ્યા: 24 ઘાટ પર 5 લાખ 51 હજાર જેટલા દિવાઓની રોશનીથી જગમગાવીને સ્થપાશે વિશ્વવિક્રમ
Live TV
-
દિવાળીના તહેવારો પર ઉત્તર પ્રદેશમાં સ્થિત અયોધ્યાનગરીને શણગારવાનુ વિશેષ માહાત્મય છે. અયોધ્યાનગરીને રામનગરી તરીકે પણ ઓળખાય છે ત્યારે દિવાળીના તહેવારની ઉજવણી કરવા પૂરજોશમાં તૈયારીઓ થઇ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અયોધ્યાનગરીને સજાવવામાં આવી છે. જો કે આ વખતે અયોધ્યાનગરીમાં વિશેષરૂપે દિવ્ય દિપોત્સવનુ આયોજન કરવામાં આવતા ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઇ રહ્યુ છે. આ દિવ્ય દિપોત્સવમાં આ વખતે અયોધ્યામાં 24 ઘાટ પર 5 લાખ 51 હજાર જેટલા દિવાઓને રોશનીથી જગમગાવી એક વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઇ રહ્યુ છે. આ વર્લ્ડ રેકોર્ડ એ પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડવા અયોધ્યા જઇ રહ્યુ છે. ઉલ્લેખનિય છે કે રામ મંદિરને મંજૂરી મળ્યા બાદની પ્રથમ દિવાળી છે ત્યારે ભક્તજનોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.
