કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ટુરિઝમને આકર્ષવા પ્રશાસન દ્વારા નવતર પ્રયાસ
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ટુરિઝમને આકર્ષવા પ્રશાસન દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા જ દમણ કોર્ટની નજીક મિલેટ્રી ટેંક લગાવવામાં આવી હતી, જે આજે પણ પ્રવાસીઓને આકર્ષિત કરી રહી છે. તો બીજી તરફ નાની દમણ ખાતે પ્રવાસીઓને આર્કષવા એક જુનુ ફાઈટર પ્લેન મંગાવવામાં આવ્યું. CSRમાં આ ફાઈટર પ્લેનનું ,રંગકામ કરવામાં આવ્યું અને તેની દેખરેખ રાખ્યા બાદ એન્જીનિયરોની મદદથી ફાઈટર પ્લેનને સ્ટેન્ડ પર મુકવામાં આવ્યું છે. હાલ આ ફાઈટર પ્લેનનું કામ શરૂ છે. દિવાળી બાદ તેનો શુભારંભ કરવામાં આવશે.
