દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 60,963 કેસ નોંધાયા
Live TV
-
24 કલાકમાં 834ના મોત સાથે કુલ 46,091 લોકોના મોત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં નોંધાયા સૌથી વધુ કોરોનાના કેસ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,963 જેટલા નવા કેસ નોંધાયા છે. તો 24 કલાકમાં કુલ 834ના મોત સાથે અત્યાર સુધી દેશમાં કુલ 46,091 લોકોના મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 56, 110 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 16,39,599 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 6,43,948 દર્દીઓ સારવાર હેઠળ છે. મહત્વનું છે કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,60,15,297 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
