નવી દિલ્હીના રાજધાટમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓએ આપી શ્રધ્ધાંજલી
Live TV
-
બાપુને શ્રધ્ધાંજલી આપવા માટે આજે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે. બાપુના સમાધી સ્થળ નવી દિલ્હી રાજધાટ ખાતે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓએ શ્રધ્ધાંજલી આપી હતી. ગૃહમંત્રી અમિતશાહ, પ્રકાશ જાવડેકરે આજે મહાત્માં ગાંધીને શ્રધ્ધાંજલી આપી હતી. આ અવસરી સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાંધી જયંતીની પૂર્વસંધ્યા પર પોતાના સંદેશમાં લોકોને અપીલ કરી છે કે તે પોતાને દેશના કલ્યાણ અને પ્રગતિ માટે સમર્પિત કરે. સચ્ચાઇ તથા અહિંસાના મંત્ર પર અમલ કરે અને સ્વચ્છ સક્ષમ અને મજબુત ખુશાલ ભારતનું નિર્માણ કરી મહાત્મા ગાંધીના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ કરો.
