આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની 116મી જયંતી
Live TV
-
આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની 116મી જયંતી છે. જય જવાન જય કિશાનનો નારો આપનાર લાલ બહાદુર શાસ્ત્રીને તેમની સાદગી, દ્રઢ નિશ્ચય તેમજ યુધ્ધના સમયમાં ભારત માટે જે નિર્ણયો લીધા હતાં તે માટે સમગ્ર રાષ્ટ્ર તેમને યાદ કરીને શત શત નમન કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાંજલી આપવા માટે એક વિડિયો પણ ટ્વીટ કર્યો હતો. લાલ બહાદુર શાસ્ત્રીને આજે પુરો દેશ અને દુનિયા યાદ કરી રહી છે. શાસ્ત્રીજીની ઇમાનદારી અને સાદગી આજની પેઢીને પ્રેરિત કરી રહી છે. આજની સ્થિતિમાં લાલ બહાદુર શાસ્ત્રીના વિચારો, તેમની ઇમાનદારી અને સાદગી પ્રાસંગીક બની રહી છે.
