પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વૈશ્વીક ભારતીય વૈજ્ઞાનીક સંમેલનનું કરશે વર્ચ્યુઅલી ઉદધાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વૈશ્વીક ભારતીય વૈજ્ઞાનીક સંમેલનનું વર્ચ્યુઅલી ઉદધાટન કરશે. આ સંમેલનમાં દુનિયાભરના 55 દેશોના ભારતીય મુળના 3 હજારથી વધુ એજ્યુકેશનાલીસ્ટ અને 10 હજારથી વધુ રેસીડેન્ટ એજ્યુકેશનાલીસ્ટ અને વૈજ્ઞાનીક ભાગ લેશે. આ સંમેલન ભારતીય વિચારકર્તા અને વૈજ્ઞાનિકોનું વૈશ્વીક વર્ચુઅલ સંમેલન છે. આ સંમેલનમાં 200 થી વધુ સત્રોમાં 40 દેશના 1500 થી વધુ પેનલીસ્ટ ભારતના વિકાસ તેમજ શિક્ષણ સંસ્થાઓ સહિત 18 ક્ષેત્રોમા ચર્ચા કરશે. આ સંમેલનનું લક્ષ દુનિયાભરમાં શૈક્ષણીક અને સૌર સંસ્થાઓમાં કામ કરતા ભારતીય વૈજ્ઞાનિકોને એક મંચ ઉપર લાવવાનો છે. જેથી તેઓ ભારતીયો સાથે વૈશ્વીક વિકાસમાં શૈક્ષણીક આધારને વધુ મજબુત કરી શકે. વૈભવ સંમેલન શૈક્ષણીક સંગઠનો દ્વારા એક શરૂઆત છે, જે શિક્ષણના ક્ષેત્રમાં ઉભા થતાં પડકારોને ઉકેલી શકે. આ આયોજનથી ભારતીય શોધ કર્તાઓ વિષય વિશેષજ્ઞો એજ્યુકેશનાલીસ્ટના જ્ઞાનનો લાભ ઉઠાવી એક રોડ મેપ તૈયાર કરાશે. આ સંમેલનનો ઉદેશ ભારતમાં સર્વગ્રાહી વિકાસ માટે જરૂરૂ શિક્ષણ, શોધ અને ઉદ્યમીતાની પ્રક્રિયાને શ્રેષ્ઠ બનાવવાની દિશામા કામ કરવાનો છે. આ સંમેલન દ્વારા દેશની શૈક્ષણીક, વિજ્ઞાન અને ટેકનીકલ સંસ્થાઓ એકબીજા સાથે વિચાર વિમર્શ કરી નિર્ધારીત લક્ષ હાંસલ કરવાના મુદે ચર્ચા કરશે. આ સંમેલનનો ઉદેશ વિજ્ઞાન અને શિક્ષણ દ્વારા ભારતની આત્મનિર્ભરની પહેલને મજબુત કરવાનો છે. 31 ઓકટોબરે સરદાર જયંતીના દિવસે આ સંમેલનનું સમાપન થશે.
