નવી દિલ્હીમાં આજથી ‘ભારત ટેક્સ 2026’ ના ત્રીજા સંસ્કરણનો ભવ્ય પ્રારંભ
Live TV
-
નવી દિલ્હીમાં આજથી ‘ભારત ટેક્સ 2026’ ના ત્રીજા સંસ્કરણનો ભવ્ય પ્રારંભ: PM મોદીના 5F વિઝન સાથે ગ્લોબલ કાપડ ઉદ્યોગ ચમકશે
દેશની રાજધાની નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે આજથી વૈશ્વિક ટેક્સટાઇલ મહાકુંભ ભારત ટેક્સ 2026 ના ત્રીજા સંસ્કરણનો શાનદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. કાપડ ઉદ્યોગ ક્ષેત્રે ભારતને વૈશ્વિક લીડર બનાવવાના હેતુથી આયોજિત આ મેગા ઇવેન્ટ આગામી 4 દિવસ સુધી ચાલશે.
આ આયોજન કાપડ મૂલ્ય શૃંખલામાં વેપાર, રોકાણ, નવીનતા, નીતિ સંવાદ અને વ્યૂહાત્મક ભાગીદારી માટે એક મજબૂત વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે.
આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરેથી વિશાળ ભાગીદારી
ભારત ટેક્સ 2026 માં વિશ્વ અને દેશભરમાંથી પ્રદર્શનકારો એકઠા થઈ રહ્યા છે. દુનિયાના 14 દેશોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકારો આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. ભારત દેશના 11 રાજ્યોમાંથી પ્રદર્શનકારો પોતાની કલા, ટેકનોલોજી અને કાપડ વારસો પ્રદર્શિત કરવા ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ‘5F વિઝન’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 5F વિઝન - ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન - થી પ્રેરિત થઈને ભારત ટેક્સ 2026 કાપડ મૂલ્ય શૃંખલામાં વેપાર, રોકાણ, નવીનતા, નીતિ સંવાદ અને વ્યૂહાત્મક ભાગીદારી માટે એક અગ્રણી વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે વિકસિત થયું છે.
4 દિવસના આ ભવ્ય આયોજન દરમિયાન મુખ્યત્વે કાપડ, ફેશન, ટકાઉપણું, ટેકનોલોજી, નવીનતા, રોકાણ પર ફોક્સ રહેશે. વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે:આ કાર્યક્રમમાં કાપડ, ફેશન, ટકાઉપણું, ટેકનોલોજી, નવીનતા, રોકાણ પર ફોક્સ રહેશે.
