Skip to main content
Settings Settings for Dark

લદ્દાખમાં ઐતિહાસિક નિર્ણય: હવે તમામ 7 જિલ્લાઓમાં બનશે ઓટોનોમસ હિલ કાઉન્સિલ

Live TV

X
  • લદ્દાખમાં ઐતિહાસિક નિર્ણય: હવે તમામ 7 જિલ્લાઓમાં બનશે ઓટોનોમસ હિલ કાઉન્સિલ, સ્થાનિકોને મળશે જમીન અને ભરતીના પૂર્ણ અધિકાર

    કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ અને પાયાના સ્તરે શાસનને મજબૂત કરવા માટે એક ખૂબ જ મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. લદ્દાખ પ્રશાસને જાહેરાત કરી છે કે હવે પ્રદેશના તમામ 7 જિલ્લાઓમાં સ્વાયત્ત પરિષદ એટલે કે ઓટોનોમસ હિલ કાઉન્સિલની રચના કરવામાં આવશે.

    લદ્દાખના મુખ્ય સચિવ આશિષ કુન્દ્રાએ એક પત્રકાર પરિષદમાં આ અંગેની સત્તાવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, જે રીતે અત્યાર સુધી માત્ર લેહ અને કારગિલ જિલ્લા પાસે જ પોતાની કાઉન્સિલ હતી, તે જ રીતે હવે બાકીના નવા બનેલા 5 જિલ્લાઓને પણ આ સમાન અધિકારો મળશે.

    LAHDC Act અંતર્ગત મળશે આ અતિ મહત્વના અધિકારો
    લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ એક્ટ અંતર્ગત નવી બનનારી પરિષદોને પણ પૂર્ણ વૈધાનિક સત્તા આપવામાં આવશે, જેમાં નીચે મુજબના મુખ્ય અધિકારો સામેલ છે:

    જમીન પર પૂર્ણ નિયંત્રણ: 

    જિલ્લાની સરહદોની અંદર જમીન સંપાદન, જમીનની માલિકી અને તેની ફાળવણી પર સંપૂર્ણપણે સ્થાનિક કાઉન્સિલનો અધિકાર રહેશે.

    સ્થાનિક સ્તરે ભરતી અને બઢતી: 

    જિલ્લા સ્તરની સરકારી નોકરીઓમાં કેડર પોસ્ટ્સ પર ભરતી કરવા અને કર્મચારીઓની બઢતી આપવાના અધિકારો પણ આ ચૂંટાયેલી પરિષદો પાસે રહેશે.

    સ્થાનિક બજેટ અને ટેક્સ: 

    દરેક જિલ્લાની કાઉન્સિલ પાસે પોતાનું અલગ ફંડ હશે. તેઓ પોતાના વિસ્તારના વિકાસ માટે સ્થાનિક સ્તરે ટેક્સ અને ફી પણ વસૂલી શકશે.

    વિકાસ કાર્યોની સ્વાયત્તતા: 

    આરોગ્ય, શિક્ષણ, પ્રવાસન અને સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં જિલ્લાની જરૂરિયાત મુજબ કાઉન્સિલ પોતે જ યોજનાઓ ઘડી શકશે.

    એપ્રિલમાં જ બન્યા હતા 5 નવા જિલ્લા

    અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ લદ્દાખમાં માત્ર લેહ અને કારગિલ એમ બે જ જિલ્લા હતા. પરંતુ સ્થાનિક લોકોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં એપ્રિલ મહિનામાં 5 નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ તમામ 5 નવા જિલ્લાઓમાં પણ અલગ હિલ કાઉન્સિલ અસ્તિત્વમાં આવશે.

    બંધારણની કલમ 371 હેઠળ નવું માળખું

    મુખ્ય સચિવ આશિષ કુન્દ્રાએ વધુમાં સંકેત આપ્યો હતો કે, આ સાત હિલ કાઉન્સિલોની ઉપર એક કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરની સર્વોચ્ચ સંસ્થા બનાવવાની પણ યોજના છે. ભારતીય બંધારણની કલમ 371ના એક વિશેષ માળખા હેઠળ આ નવી વ્યવસ્થા ઊભી કરાશે, જેની પાસે કાયદાકીય, વહીવટી અને નાણાકીય સત્તાઓ હશે. લદ્દાખના ઈતિહાસ અને ત્યાંના લોકોના ભવિષ્ય માટે પ્રશાસનના આ પગલાંને એક ખૂબ જ મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply