નવી દિલ્હીમાં યોજાયું વિકાસશીલ દેશોનું વિશ્વ વેપાર સંગઠન
Live TV
-
વિશ્વ વેપાર સંગઠનના વિકાસશીલ દેશોના મંત્રીઓની બેઠક , નવી દિલ્હીમાં ચાલી રહી છે. નિયમ આધારીત આંતર રાષ્ટ્રીય વેપાર સાથે , પડકારો સર્જાય છે. તે અંગે આ બે દિવસીય બેઠક યોજાઈ છે. વેપાર પડકારોને પહોંચી વળવા કયા ઉપાયો કરવા , તે મુદ્દે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.. વિશ્વ વેપાર સંગઠનના રીફોર્મ એજન્ડામાં , વિકાસશીલ દેશોને આપવી જોઈતી અગ્રીમતાને મુદ્દે પણ , બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં ભાગ લઈ રહેલ વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુ એ , ટવીટ કરીને જણાવ્યું હતું , કે વિશ્વ વેપાર સંગઠન , એ , તમામ સભ્ય દેશોના વિકાસ માટેનું સાધન બની રહેવું જોઈએ. તેમણે એમ પણ કહ્યુ હતું , કે નવી દિલ્હી ખાતે મળેલી બેઠક , સમાન વિચારધારા ધરાવતા સમુહની છે. આ બેઠક કોઈ ખાસ જૂથની વિરુદ્ધમાં નથી
