Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં ભારત અને ઈરાન વચ્ચે દ્વીપક્ષીય વાર્તા

Live TV

X
  • વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે , ભારતની મુલાકાતે આવેલા ઈરાનના વિદેશ મંત્રી , મહમદ જાવેદ ઝરિફ સાથે , વાટાઘાટો કરી હતી. અમેરીકાએ ઈરાન પાસેથી તેલ ખરીદી માટે , ભારત સહિતના કેટલાંક દેશોને પ્રતિબંધોમાંથી , છ મહિનાની આપેલી છુટછાટની મુદત પુરી થયા પછીની , આ મહત્વની બેઠક હતી. અમેરીકા અને ઈરાન વચ્ચે , અખાતી પ્રદેશમા વધી રહેલી તંગદિલી વચ્ચે મળેલી આ બેઠકનું , મહત્વ વધી જાય છે. સવારે અગિયાર વાગે શરૂ થયેલી બેઠક , એક કલાક સુધી ચાલી હતી. અમેરીકી પ્રતિબંધ વચ્ચે ભારત , ઈરાન પાસેથી તેલ ખરીદી કરી શકશે ? તેલ ખરીદ કરી , તો તેના કેવા પ્રત્યાઘાતો આવશે ? તે સહિતના મુદ્દે , બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં ચાબહાર પોર્ટના ભાવિ વિશે પણ ચર્ચા થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply