કોલકાતામાં ભાજપના વડા અમિત શાહના મેગા રોડ શો દરમ્યાન હુમલો
Live TV
-
કોલકાતામાં ભાજપના વડા અમિત શાહના મેગા રોડ શો પર હિંસા; ભાજપાએ કરી ચૂંટણી કમિશનને ફરિયાદ
યુપી અને મહારાષ્ટ્ર પછી દેશમાં સૌથી વધુ બેઠકો ધરાવતા રાજ્ય પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. મમતા બેનરજીનું ગઢ ગણાતા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપા પાર્ટી તમામ પ્રયત્ન કરી રહી છે. ભાજપાના ઘણા નેતાઓ મમતા બેનરજીનાં ગઢમાં એક પછી એક ઘણી રૅલી કરી રહ્યા છે તો મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ રોડ રોડ શો માટે ઉત્તર કોલકાતા પહોંચ્યા હતા.
અમિત શાહ ખુલી ગાડીમાં લોકો વચ્ચે રેલીમાં નીકળ્યા હતા. બાદમાં અમિત શાહે લોકોને સંબોધિત કરી, મમતા સરકાર પર ભારપૂર્વક હુમલા કર્યા.
પરંતુ અચાનક અમિત શાહના વાહન પર હુમલો થતા રોડશોમાં વિક્ષેપ થયો.
અમિત શાહે મીડિયાને સંબોધતા કહ્યું કે પોલીસની હાજરી હોવા છતાં આ હુમલો કેવી રીતે થઈ શકે.
અગાઉ પણ, બંગાલમાં આવો વિવાદ સર્જાયો હતો જ્યારે પોલીસે ભાજપાના કેટલાક પોસ્ટરોને કથિત રીતે દૂર કર્યા હતા. ત્યારે ભાજપના નેતાઓએ મમતા સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ ધટનાના સંદર્ભમાં ભાજપના પ્રતિનિધિમંડળે દિલ્હીમાં, ચૂંટણી પંચને પશ્ચિમ બંગાળમાં વારંવાર થતી હિંસા સામે ફરિયાદ નોંધી હતી.
