નવી દિલ્હીમાં G-20ના મહેમાનોનું આગમન શરૂ, કાલે અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડન પહોંચશે
Live TV
-
નવી દિલ્હીમાં યોજાનાર G-20 શિખર સંમેલનને લઇને મહેમાનોનું આગમન શરૂ થઇ ગયુ છે. પ્રતિનિધિમંડળના પ્રમુખો દિલ્હી પહોંચી રહ્યા છે. નાઇઝિરીયાના રાષ્ટ્રપતિ પણ દિલ્હી પહોંચ્યા છે. તેઓ શિખર સંમેલનમાં આવનાર પ્રતિનિધિ મંડળના પહેલા પ્રમુખ છે. પદભાર ગ્રહણ કર્યા બાદ નાઇઝિરીયાના રાષ્ટ્રપતિની આ પહેલી ભારત યાત્રા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા આવતીકાલથી ભારત પ્રવાસે આવી રહ્યા છે. મહત્વનું છે કે દિલ્હીના પ્રગતિ મેદાનમાં આવેલા ભારત મંડપમાં 9 સપ્ટેમ્બરથી G-20 શિખર સંમેલન યોજાવાનું છે. જેમાં વિવિધ દેશના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેવાના છે. ભારત મંડપમની વિશેષતાઓને લઈને પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે ભારત મંડપમ ખાતેની ભવ્ય નટરાજની પ્રતિમા ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિના જીવનલક્ષી પાસાઓને ઉજાગર કરે છે. વિશ્વ G-20 સમિટ માટે ભારતમાં એકત્ર થશે, તે ભારતની વર્ષો જૂની કલાત્મકતા અને પરંપરાઓના પ્રમાણપત્ર તરીકે ઊભી રહેશે.
