Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે અધિકારી તાલીમાર્થીઓની મુલાકાત કરી

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે અરુણ જેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના પ્રોબેશનરી ઓફિસર્સ ટ્રેનિંગ કોર્સના અધિકારી તાલીમાર્થીઓની મુલાકાત કરી હતી.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અધિકારીઓને ટેક્નોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, શાસનને નાગરિક કેન્દ્રિત, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવું જોઈએ

    આ મુલાકાત લેનાર અધિકારીઓ ભારતીય સિવિલ એકાઉન્ટ્સ સર્વિસ, ઈન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ અને ઈન્ડિયન પોસ્ટ્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ (ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ) સર્વિસના અધિકારીઓ હતા. 

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, તેમની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે દેશ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહ્યો છે. સેવા ક્ષેત્ર પાસેથી લોકોની અપેક્ષાઓ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે, આ અધિકારીઓનું કામ માત્ર નાણાકીય સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં નીતિગત ફેરફારોની અસરનું વિશ્લેષણ પણ સામેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply