Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોવામાં ઈન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે ગોવામાં ઈન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

    આ કાર્યક્રમમાં વિવિધ દેશોના 17 ઉર્જા મંત્રીઓ અને 35 હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લે તેવી શક્યતા છે. ઉર્જા સપ્તાહ દરમિયાન નવસોથી વધુ સંસ્થાઓ પ્રદર્શનો પણ યોજશે.

    પ્રધાનમંત્રી ગોવામાં એક જાહેર કાર્યક્રમમાં રૂ. 1,303 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ગોવાના કાયમી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેસેન્જર રોપવે અને સંબંધિત પ્રવાસન પ્રવૃત્તિઓનું પણ ઉદ્ઘાટન કરશે. 

    પ્રધાનમંત્રી 930 નવા ભરતી થયેલા સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ પણ કરશે. તેઓ વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સ્વીકૃતિ પત્રો પણ આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply