નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અગ્રણી મંત્રાલયોના નાણાંકીય સલાહકારો સાથે કરી બેઠક
Live TV
-
નાણામંત્રી નિર્મલા સિતારમને દરેક મંત્રાલયોને આગામી ચાર ત્રિમાસિકની માટે પૂંજીગત વ્યયની માહિતી આપવા કહ્યું હતું.
નાણામંત્રી નિર્મલા સિતારમણે દરેક મંત્રાલયોને આગામી ચાર ત્રિમાસિકની માટે પૂંજીગત વ્યયની માહિતી આપવા કહ્યું છે. જેથી તેના થકી સરકાર આર્થિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. પ્રમુખ મંત્રાલયોના સચિવો અને નાણાકિય સલાહકારોની સાથે ચર્ચા કર્યા પછી પત્રકાર પરિષદને સંબોધન કરતાં કેન્દ્રિય નાણામંત્રીએ કહ્યું હતું કે બેઠકનો ઉદ્દેશ દરેક સેવા પ્રદાતાઓની બાકી વસૂલાતને સુનિશ્ચિત કરવાનું છે.
નાણામંત્રીએ કહ્યું કે, નાના બાકી બિલોની પણ , જલ્દીથી જલ્દી ચુકવણી કરવા માટે , સરકાર પ્રતિબદ્ધ છે. નાણામંત્રીએ વધુમાં જણાવ્યું , કે, તેઓ સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ , અને વિભિન્ન મંત્રાલયોની એજન્સીઓની સાથે ,આ મુદ્દા પર અલગથી બેઠક કરશે. આ બેઠકમાં મંત્રાલયો દ્વારા 2019-20 માટે અત્યાર સુધીના પૂંજી ખર્ચની સમીક્ષા અને હાજર નાણાંકિય વર્ષમાં ભવિષ્ય માટે પૂંજી ખર્ચની યોજના પર વિચાર-વિમર્શ થયો હતો.
આ ઉપરાંત નાણાં મંત્રીએ કહ્યું હતું કે, નાણાં મંત્રાલય એ સુનિશ્ચિત કરશે કે દરેક મંત્રાલયને સમયે પૈસા મળે. નાણાં મંત્રીના આ નિર્ણયના પગલે વિવિધ મંત્રાલયોના કામકાજમાં ગતિ આવવાની શકયતા છે.
