નાણામંત્રી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લોન્ચ કરી
Live TV
-
નાણામંત્રી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લોન્ચ કરી હતી.તેમણે જણાવ્યુ કે,આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 નવા પગલાઓની જાહેરાત કરવામાં આવી છે.અર્થવ્યવસ્થાને વેગ આપવા સરકાર 20 અરબ ડોલરના નવા પ્રોત્સાહન પેકેજ પર કામ કરી રહી છે.આત્મનિર્ભર ભારત રોજગાર હેઠળ 1.59 લાખ સંસ્થાઓને 8300 કરોડ રૂપિયાનો મળ્યો છે.સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 18,000 કરોડ વાપરવામાં આવશે.PIL હેઠળ 1.46 લાખ કરોડની ગ્રાન્ટની જાહેરાત કરી છે.વિદેશી વિનિમય 560 અબજ ડોલર પર પહોંચી ગયું છે.GST કલેક્શન ઓક્ટોબરમાં 1.05 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન FDI 35.37 અબજ ડોલર રહ્યું છે,જે વાર્ષિક 13%ની વૃદ્ધિ દર્શાવે છે.વન નેશન વન રેશનકાર્ડનો લાભ 68.6 કરોડ લોકોએ લીધો છે.પ્રધાનમંત્રી શેરી વિક્રેતા યોજના હેઠળ 26.62 લાખ લોનની અરજીઓ મળી છે.તેમાંથી 13.78 લાખ રૂપિયાની લોન એપ્લિકેશન હેઠળ 30 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1,373.22 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ અત્યાર સુધીમાં 183 લાખ અરજીઓ આવી છે.બેંકોએ આ અંતર્ગત 150 લાખ ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા છે.પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત 21 રાજ્યો દ્વારા કુલ 1,681.32 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.વધુને વધુ લોકોને રોજગાર આપવા માટે સરકાર પ્રોવિડન્ટ ફંડમાં 10% સબસિડીની જાહેરાત કરી શકે છે.
