Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17મી ભારત-આશિયાન સમિટને સંબોધી 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામના પ્રધાનમંત્રી સાથે 17માં આશિયાન ભારત શિખર સંમેલનની સહઅધ્યક્ષતા કરી. સંમેલનમાં આશિયાન-ભારતની ભાગીદારીની સ્થિતિની સમીક્ષાની સાથે કનેક્ટીવીટી, સમુદ્ર મુદ્દામાં સહયોગ, વેપાર અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર ચર્ચા કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામના પ્રધાનમંત્રી સાથે આશિયાન ભારત શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરી હતી. આશિયાનના સહ-અધ્યક્ષ દેશના તમામ નેતા વર્ચુઅલ માધ્યમથી આ સંમેલનમાં સામેલ થયા હતા. સંમેલનમાં આશિયાન ભારત ભાગીદારીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કનેક્ટીવીટી, સમુદ્રી બાબતોમાં સહયોગ વ્યપાર, વાણિજ્ય અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં થયેલ પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંગઠનના નેતા આશિયાન અને ભારત વચ્ચે સહયોગને વધુ મજબૂત કરવાની પધ્ધતિ ઉપર પણ વાતચીત કરવામાં આવી હતી. આ સંદર્ભમાં આશિયાન ભારત યોજના 2021 અને 2025ને પારીત કરવા અંગે વિચાર કરવામાં આવ્યો. આ સંમેલનમાં કોવિડ-19 મહામારી બાદ અર્થવ્યવસ્થામાં સુધારો, ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply